વાપી જીઆઇડીસીની એક કંપનીમાં પતરા ઉપર વેલ્ડીંગ કામ કરતો યુવક 40 ફુટ નીચે પટકાતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થતા પોલીસને જાણ કરાઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતીએ અનુસાર, વાપી કંચનનગર ખાતે રાજા મસ્જીદ પાસે નુરમોહમદની ચાલીમાં રહેતો સદ્દામ ખખનુ ખાન (ઉ.વ.27) જે નાની સુલપડ ખાતે પરમ એન્જીનીયરીંગમાં વેલ્ડર તરીકે નોકરી કરતો હતો.જોકે ગતરોજ રવિવારે સવારે તે ફર્સ્ટ ફેસ ખાતે આવેલ બેસ્ટ પેપરમીલના યુનિટ-2માં મશીન ડિપાર્ટમેન્ટમાં વેલ્ડીંગનું કામ કરી રહ્યો હતો. તે સમયે અચાનક 35 થી 40 ફુટ ઉપરથી નીચે પડી જતા તેને હાથ-પગ તેમજ માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તે આઇસીયુ વિભાગમાં દાખલ કરાયો હતો. પરંતુ સવારે અકસ્માતમાં ઘવાયેલો યુવક બપોરે મોતને ભેટ્યો હતો. બનાવ અંગે જીઆઇડીસી પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application