વાપીના છીરી રામનગર ખાતે પંચવટી મોર્યાની બિલ્ડીંગમાં રહેતા તેમજ મૂળ ઝારખંડના નાગેશ્વર રામપ્રસાદ શાહની પત્ની હેમાદેવી ગત તા.18મી નવેમ્બરના રોજ સાંજના સમયે પોતાના રૂમ ઉપરથી બજારમાં શાકભાજી લેવા માટે જાઉં છું કહી 8 અને 6 વર્ષીય પુત્ર તેમજ સૌથી નાની 3 વર્ષીય પુત્રીને સાથે લઇ નીકળી ગઇ હતી. જ્યાંથી મોડી રાત સુધી પરત ઘરે ન આવતા તેઓની શોધખોળ હાથ ધરાઇ હતી. પરંતુ કોઇ જગ્યાએ પત્તો ન લાગતા પતિએ આ અંગે ડુંગરા પોલીસ મથકમાં પત્ની અને ત્રણેય બાળકોની ગુમ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અચાનક ઘર છોડીને બાળકો સાથે નિકળી ગયા બાદ તેના સબંધીઓ તેમજ વતનમાં રહેતા પરિજનો સાથે સંપર્ક કર્યા બાદ પણ કોઇ પત્તો ન લાગતા ફરિયાદી ચિંતામાં મુકાયા ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application