વલસાડ શહેરમાં આવેલા અબ્રામા ખાતે આવેલ પોલીસ હેડ ક્વાટર્સ રોડ ઉપર સાઈકૃપા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-10માં રહેતા મદનસિંગ રાજપુરોહિત તેના પરિવાર સાથે રાજસ્થાન ખાતે વતનમાં 15 દિવસ પહેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા જેથી વલસાડ ખાતેનો આવેલો ફ્લેટ બંધ કરી પરિવાર લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો હતો. પરંતુ ગુરુવારે વહેલી સવારે અજાણ્યા તસ્કરોએ બંધ ફ્લેટના દરવાજાના નકુચો તોડી બેડરૂમમાં મુકેલા કબાટમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે બનાવ અંગે સામે રહેતા પરિવારે સવારે મદનસિંગ રાજપુરોહિતના ફ્લેટના દરવાજાનું તાળું તૂટેલું જોતા પરિવારને અને વલસાડ સીટી પોલીસને ઘટનાની જાણ કરી હતી. વલસાડ સીટી પોલીસના જવાનોએ તાત્કાલિક સીટી પોલીસે ફ્લેટ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application