Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો માંથી દારૂનાં જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ

  • November 27, 2021 

વલસાડનાં પારડી કલસર ચેકપોસ્ટ પર પારડી પોલીસની ટીમ દમણ તરફથી આવતા વાહનોની ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક ટેમ્પો નંબર જીજે/23/એટી/6305 આવતા તેને રોકી ટેમ્પામાં તપાસ હઠ ધરતા ટેમ્પાનાં અંદર પ્લાસ્ટિક બોટલ ભરેલા પુંઠાના બોક્ષ મળ્યા હતા. જોકે જેના નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવતા ટેમ્પો ચાલક દેવકરણ ઉગમારામ ગુર્જર (રહે.કામરેજ) અને ક્લીનર દિલખુશ કૈલાશચંદ્ર દરોગા (રહે.ભીલવાડા,રાજેસ્થાન)ની ધરપકડ કરી હતી.જોકે પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો રાજુ ઉર્ફે રાજુ મારવાડી સોહનલાલ શર્મા (રહે.માંડવી) અને 2 વ્યક્તિઓએ દમણ પોલિકેબ કંપની પાસે જથ્થો આપી ગયા હોવાનું જણાવતા 2 અજાણ્યા ઈસમો અને રાજુ મારવાડીને વોન્ટેડ જાહેર કરી 6,96,000/-નો દારૂ અને ટેમ્પાની કીંમત રૂપિયા 5 લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા 12,02,500/-નો મુદ્દામાલ કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application