વલસાડના વાપી વિસ્તારમાં આવેલ અકે લેબર કોન્ટ્રકની દીકરી શાળામાં અભ્યાસ કરતી હતી. તે દરમિયાન શાળામાં જ અભ્યાસ કરતા સમદ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. જોકે, યુવતી 2 વર્ષથી સમદ સાથે વાત ચિત બંધ કરી દીધી હતી તેથી ગત તા.8મી ઓક્ટોબરના રોજ સમદે ટ્યુશન જતી યુવતીને અટકાવી તેને વાતોમાં ભોળવી રિક્ષામાં વલસાડ લઈ આવ્યો હત ત્યારબાદ વલસાડ યુવતીને લાવ્યા બાદ સમદે તેના અન્ય 2 મિત્રોને બોલાવી લીધા હતા અને યુવતી સજાગ બનતા યુવતીએ ઘરે જવાની જીદ કરી હતી તે પણ યુવતીને અલગ-અલગ વાતોમાં ભોળવી તેનો મોબાઈલ મેળવી લીધો હતો અને યુવતીના પિતાને ફોન કરી સમદે રૂપિયા 30 લાખની ખંડણીની માંગણી કરી હતી. જેથી યુવતીના પિતાએ સમય બગાડ્યા વગર વાપી ટાઉન પોલીસ મથકે સંપર્ક કર્યો હતો. જે દરમિયાન ખંડણીના રૂપિયાની વ્યવસ્થા અંગે પરત ફોન આવ્યો હતો અને વાપી ટાઉન પીઆઈ, એલસીબી અને એસઓજીની ટીમ સાથે મળીને ઓપરેશન હાથ ધરી ખંડણીના રૂપિયા આપવા માટે અપહરણ કર્તાઓએ ઉદવાડા પાસે રૂપિયા 30 લાખ લઈને બોલાવ્યાં હતા જેથી પોલીસે તે જગ્યા પરથી આરોપીને ઝડપી પાડવા જાળ પથારી હતી.
તે સમય દરમિયાન રૂપિયા લેવા આવેલા યુવકો પોલીસની કારને જોઈ બાઈક ઉપર યુવતીને બેસાડી ભાગી ગયો હતો જેથી વાપી ટાઉન પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમે અપહરણ કરનારાનો પીછો કર્યો હતો. અપહરણ કરનાર સનદ યુવતી અને તેના મિત્ર સાથે નેશનલ હાઇવે ઉપર 130 કિમીની સ્પીડે બાઈક હંકારી રહ્યો હતો. જોકે, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને સનદને ગુંદલાવ ચોકડી સુધી પીછો કરી સનદની બાઇકને અટકાવી યુવતીને યુવકો પાસેથી બચાવી લીધી હતી અને સનદ અને તેના 2 મિત્રને ઝડપી પાડવામાં વલસાડ પોલીસને સફળતા મળી હતી. પોલીસે યુવતીના પિતાની ફરિયાદ નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application