Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતાં બાઈક રેલિંગ સાથે અથડાઈ, ગંભીર ઈજાને કારણે ચાલકનું મોત

  • May 19, 2022 

પારડી હાઇવે બ્રિજ ઉપર રાત્રે બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, પારડી દમણગંગા બિલ્ડીંગ પાસે ક્રિષ્ના બંગલો ખાતે રહેતા નીતિનભાઈ ધનજીભાઈ ગજરા (ઉ.વ.36) મંગળવારનાં રોજ રાત્રે 10 થી 11 વાગ્યેના અરસામાં બાઇક નંબર ડીડી/03/એફ/4153 પર વાપીથી વલસાડ તરફ જઈ રહ્યો હતો.



તે સમયે ચંદ્રપુર હાઇવે ફ્લાઈ ઓવરબ્રિજ પર નીતિનભાઈએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઇક હાઇવેના ત્રીજા ટ્રેક પર કોન્ક્રીટની રેલિંગ સાથે અથડાતા હાઇવે પર પટકાયો હતો, જેમાં નીતિનભાઈને મોઢાના તેમજ હાથ પગમાં ગંભીર ઇજા ગંભીર ઈજા પહોંચી હતી. જોકે ત્યાં પહોંચતા એકત્ર થયેલા લોકોએ 108ની મદદથી પારડી સીએચસી ખસેડે તે પહેલા જ નીતિનભાઈનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ પોલીસને થતા સીએચસી ખાતે પહોંચી લાશનો કબજો લઈ પી.એમ કરાવ્યું હતું અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application