Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરનાર યુવક સામે પોલીસ ફરિયાદ

  • November 29, 2021 

વલસાડમાં રહેતી સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને નજીકમાં રહેતા એક યુવકે સગીરાનું અપહરણ કર્યુ હતું. યુવક સગીરાને અપહરણ કરીને સેલવાસ તેના મિત્રના ઘરે મૂકી યુવક પાછો વલસાડ કામ કરવા આવી પહોંચ્યો હતો અને યુવક પાણીની ટાંકી બનાવવાનું કામ કરવા લાગ્યો હતો. ત્યારે ડુંગરી પોલીસે ટેક્નિકલ એનાલિસિસ ટીમની મદદ મેળવીને યુવકની પૂછપરછ કરી પોકસો એક્ટ હેઠળ તેની ધરપકડ કરી આગળની તાપસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, વલસાડમાં રહેતી એક સગીરાને નજીકમાં રહેતો 27 વર્ષીય યુવકે લગ્ન કરવાની લાલચ આપીને ગત તા.16 નવેમ્બરની રાત્રીએ અપહરણ કરી સેલવાસ ખાતે રહેતા તેના મિત્રના ઘરે સગીરાને મૂકી આવ્યો હતો અને યુવક કસ્ટ્રક્શનનું કામ કરતો હોવાથી યુવકનું પાણીની ટાંકી બનાવવાનું કામ ચાલુ હતું ત્યાં પરત આવી ગયો હતો.પરંતુ ગત તા.17 નવેમ્બરના રોજ સગીરાના પરિવારે સગીરાની શોધખોળ હાથ ધરતા તેનો કોઈ પત્તો ન લાગતા ડુંગરી પોલીસ મથકે સગીરાના પરિવારના સભ્યોએ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેથી ડુંગરી પોલીસે ટેક્નિકલ એનાલિસિસ ટીમની મદદ વડે ચેક કરતા સગીરાનું અપહરણ કરનાર યુવક ઝડપાયો હતો. યુવકની ડુંગરી પોલીસે પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી જેમાં ડુંગરી પોલીસે સેલવાસથી સગીરાનો કબ્જો મેળવી યુવકની પોકસો એક્ટ હેઠળ યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application