વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ધમડાચી હાઇવે ઉપરથી ભિલાડથી સુરત તરફ જતા એક ટ્રેલરને અટકાવી ચેક કરતા ટ્રેલર માંથી રેલ્વેનાં લોખંડના 30 પોલ અને ટ્રેલર મળી કુલ 34 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વાપી જી.આર.પી.ની ટીમને આરોપીને સોંપી આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ રૂરલ પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો, ધમડાચી હાઇવે ઉપર વોચ ગોઠવી બાતમીવાળું ટ્રેલર નંબર જીજે/21/વાય/9378 આવતા જોઈ તેને અટકાવી તેમાં તપાસ હાથ ધરતા ટ્રેલરમાં 30 જેટલા લોખંડના પોલ મળી આવ્યા હતા.જોકે પોલીસે ટ્રેલર ચાલક વિકાસ રામનરેશ રાયની પૂછપરછ કરતા લોખંડના 30 પોલ સંદીપ ગુપ્તા ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક, ભિલાડ રેલવે ટ્રેક પાસેથી હાઈડ્રાની મદદ વડે ટ્રેલરમાં 30 પોલ લઈને અંકેલશ્વર તરફ જવા જણાવ્યું હતું. આમ, રૂરલ પોલીસે બિલ અને જરૂરી દસ્તાવેજો માંગતા પુરાવા ન હોવાનું ચાલકે જણાવ્યું હતું. ત્યારબાદ વલસાડ રૂરલ પોલીસ સ્ટાફના માણસોએ ચેક કરતા વાપી જી.આર.પી. પોલીસ મથકે રેલ્વેના 30 પોલ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઇ હતી જેથી વલસાડ રૂરલ પોલીસે આરોપીનો કબ્જો રેલ્વે પોલીસને સોંપી આગળની તપાસ રેલ્વે જી.આર.પી.ની ટીમે હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application