Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

  • January 07, 2022 

વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામે બેરવાડ ફળીયામાં રહેતા સુમનભાઈ લલ્લુભાઈ કોળી પટેલ (ઉ.વ.55) જેઓ ગતરોજ પોતાની સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/15/એજે/7282ને લઈ ઘરેથી નોકરી જવા નીકળ્યા હતા તે સમયે ડુંગરી બેરવાડ ગણેશ ફાર્મની સામે ઓરવાડથી પરિયા તરફ જતો રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન હોન્ડા સાઈન બાઈક નંબર જીજે/15/ડીએન/9164નો ચાલક હિરેન દુર્લભભાઈ દેસાઈ (ઉ.વ.23, રહે.પરિયાગામ દેસાઈવાડ) પુરઝડપે બાઇક હંકારી લાવતા બંને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.જયારે અકસ્માતમાં બીજા બાઇક ચાલક સુમનભાઈ પટેલને ગંભીર ઈજા પહોંચી હતી જેને સારવાર માટે 108માં પારડીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે સુમનભાઇને મૃત જાહેર કર્યો હતો. જોકે બનાવ અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બાઇક ચાલક હિરેન દેસાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. વધુમાં જાણવા મળ્યું છે કે, હિરેન દેસાઈ પારડી પોલીસ મથકે જીઆરડી વિભાગમાં ફરજ બજાવતો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application