Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત

  • May 20, 2022 

નાનાપોઢા-વાપી રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે સર્જાયેલા અકસ્માતમાં બીલપુડી ગામના યુવકનું બાઈક સ્લીપ મારી જતા ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ અંગે નાનાપોઢા પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નાનાપોઢા-વાપી રોડ ઉપર સાંજે 5.30 કલાકે સર્જાયેલા અકસ્માતમાં વારોલી ગામનો યુવક ઋષિ સોમા પોવર પેશન મોટરસાયકલ પર ઝડપભેર હંકારી આવતાં સ્ટેરીગ ઉપરથી કાબુ ગુમાવી દેતા નાનાપોઢા વાપી રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર સામે ધડાકાભેર પડ્યા હતાં.



જેમાં પાછળ બેસેલા ઈસમ શરીબ જીતુ થોરાત (ઉ.વ.35, રહે.બીલપુડી, હુડકી ફળીયા) નાનો યુવકને માથાના ભાગમાં અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે તેઓને સારવાર અર્થે 108ની મદદથી નાનાપોઢા સી.એચ.સી.માં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ ફરજ ઉપરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.



જયારે ઘટના અંગે નાનાપોઢા પોલીસ સ્થળ ઉપર આવી તપાસ કરી બોડીનો કબજો મેળવી લાશનું પી.એમ કરી બોડી પરિવારજનોને સુપ્રત કરી હતી. જ્યારે આ ઘટનાની તપાસ જમાદાર કરી રહ્યા છે. જોકે લગ્ન પ્રસંગમાં જઇ રહેલા બંને યુવકોની બાઇકની ગતિ વધુ હોવાના કારણે કાબૂ ગુમાવતા બાઇક સ્લીપ થઇ હતી. બાઇક સવાર એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત થયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application