વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર ચાલુ કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા જતાં વાપીના એક યુવકને ચક્કર આવતા તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પટકાયો હતો. યુવક પટકાતાં પ્લેટફોર્મ ઉપર યુવકને બચાવવા ચેન ખેંચી ટ્રેનને અટકાવાઈ હતી. ત્યાં સુધીમાં યુવકના પગ ઉપરથી ટ્રેન ફરી વળી હતી. જોકે યુવકને 108ની મદદથી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં યુવકને થયેલી ગંભીર ઇજાઓને લઈને તેનો જમણો પગ કાપવો પડ્યો હતો. બનાવની વિગત એવી છે કે, વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર આજરોજ સવારે કર્ણાવતી એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને ચઢવા જતા વાપીના તોહિર તોકિર ખાન નામના યુવકને અચાનક ચક્કર આવી જતાં યુવક પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પટકાયો ગયો.જોકે પ્લેટફોર્મ ઉપર ઉભેલા લોકો અને પોલીસ જવાનો કંઈક સમજે અને યુવકને બચાવવાનો પ્રયાસ કરે તે પહેલાં યુવક પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ગરકાવ થઈ ગયો હતો. ટ્રેનમાં અન્ય યાત્રીઓએ ટ્રેનની ચેન ખેંચી આકસ્મિત રીતે ટ્રેનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેન અટકાવી જોતા યુવકને પ્લેટફોમ અને ટ્રેન વચ્ચેથી બહાર કાઢવામાં આવ્યો હતો. યુવકનો જમણો પગ કપાઈ ગયો હતો. રેલવે કર્મચારીઓએ તાત્કાલિક 108ની મદદથી તોહિર તોકિર ખાનને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને થયેલી ગંભીર ઇજાઓ લઈને યુવકનો જમણો પગ કાપવો પડ્યો હતો. ઘટના અંગે વલસાડ જી.આર.પી.ની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે યુવકનું નિવેદન નોંધવા પહોંચ્યા હતા અને પોલીસે યુવકના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application