Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : કાપરી ફાટક 7 દિવસ સુધી બંધ રહેતા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ

  • November 29, 2021 

વલસાડનાં 101 ક્રમાંકિત રેલ્વે કાપરી ફાટકનાં દુરસ્તીકરણ માટે તા.5મી ડિસેમ્બર 2021ના રોજ રાતના 8 સુધી, સાત દિવસ બંધ રહેશે. ફાટક બંધ કરવા માટે રેલ્વે તંત્ર કલેકટર અને પ્રાંત અધિકારીને કરવામાં આવી છે. કાપરી ફાટક બંધ રહેવાથી અન્ય વૈકલ્પિક માર્ગો ટૂંકા અંતરના સારા 6 માર્ગીય હોય વાહન ચાલકોને ઝાઝી તકલીફ પડશે નહીં. કુંડી ફાટકથી વાયા ગુંદલાવ ચોકડી થઈને સરળતાથી વલસાડમાં આવજાવ કરી શકશે.જ્યારે પશ્ચિમના ડુંગરી ધરાસણા વિસ્તારના લોકો અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગો ઉપલબ્ધ હોય વધુ અસર થશે નહીં. રેલ્વે તંત્ર જિલ્લા વહીવટી તંત્રને ફાટકોના કામકાજો માટે બંધ કરવાનો નિર્ણય લઇને જાણ કરતા હોય છે, પરંતુ તેની સાથો સાથ આગળના માર્ગો કે મુખ્ય લોકેશનો ઉપર આગળ રેલ્વે ફાટક બંધ છે તેવા બોર્ડ લગાવવામાં ન આવતાં ત્યાં સુધી પહોંચીને વાહન ચાલકોને પરત ફરવું પડે છે, જેથી પ્રજા દુઃખી થાય છે. કાપરી ફાટકના કિસ્સામાં છીપવાડ અંડરપાસ પહેલા અને કુંડી ફાટક પાસે સુચના મૂકવી જોઈએ કે આગળની રેલવે ફાટક બંધ છે જેમાં કુંડી ફાટક પાસે તો બેરિકેડ મુકીને 7 દીવસ બંધની સૂચના મૂકી રસ્તો બંધ કરવો જરૂરી બન્યું છે કે જેથી કોઈ અંદર ફાટક સુધી આવીને પરત ફરે નહીં. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application