વલસાડનાં કપરાડા તાલુકાનાં આસલોણા ગામમાં એક જ ફળીયામાં રહેતા યુવક અને યુવતીની સગાઈ બાદ યુવકે સગાઇ તોડી નાંખતા ગ્રામના આગેવાનોએ પંચબ બોલાવી હતી. આ પંચમાં પણ યુવકે લગ્ન કરવાની ના પાડતા યુવતીના પરિવારે યુવક ઉપર હુમલો કરીને લાકડાના ફટકા મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત યુવકને પેટના ભાગે થયેલી ઇજાના પગલે 12 દિવસની સારવાર બાદ મોતને ભેટ્યો હતો. બનાવની વિગત એવી છે કે, કપરાડામાં સગાઈ કરી ને લગ્ન એક બે વર્ષ બાદ કરવા બેજવાબદાર હોય તો સમાજના લોકોની નિષ્ક્રિયતાને પગલે આસલોણા બરડી ફળીયામાં રહેતા 20 વર્ષીય સંજય આનંદા ભૂંસારાની સગાઈ ગામની છોકરી દુર્ગાબેન લક્ષમણ ગવળી સાથે થઈ હતી.જોકે બંને વચ્ચે કોઈ કારણોસર મતભેદ ઉભા થતા સંજયએ છોકરી દુર્ગા સાથે સગાઈ કરવાની ના પાડતા ગામના લોકોએ સમાધાનનો રસ્તો કાઢવા ગામની અંદર જ આગેવાનોની પંચ બોલાવી હતી. ત્યાં યુવતીના પરિવારે સંજય ઉપર સાત જેટલા ઈસમો લાકડા લઈને તૂટી પડતા ઢોર મારમાર્યો હતો જયારે ગંભીર રીતે ઘવાયેલા યુવકને ધરમપુર વલસાડ થતા ખેરગામ વગેરે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગત તા.12 નવેમ્બરના રોજ સંજયનું મૃત્યુ થતા પંચ દરમિયાન જીવલેણ હુમલો કરનાર યુવતિના પિતા લક્ષમણ ઝીણાભાઇ ગળવી, ઉત્તમ ઝીપરભાઇ ગળવી, છગન માહદુભાઇ ગળવી, રમણ લાહનુભાઇ ગળવી, સીતાભાઇ ઝીપરભાઇ ગળવી, સુનિલ માહદુભાઇ અને માહદુ કાળુભાઇ ગળવીની (તમામ રહે.આસોલણાગામ, ભરાડી ફળિયા) નાઓની સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હાલ કપરાડા તાલુકામાં આ મુદ્દો ચર્ચાનો એક વિષય બની રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application