Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં એક યુવકનું મોત

  • December 02, 2021 

વલસાડનાં પારડી તાલુકાનાં ચિવલગામે દાદરી ફળિયામાં રહેતા અને નાનાપોઢા ખાતે સલુનનું કામ કરતા હિતેશ ધનસુખભાઈ મૈસુરીયા (ઉ.વ.29) જે દમણથી તેની બાઇક નંબર જીજે/15/બીએસ/8664 પર સવાર થઈ રાત્રીના સાડા આઠેક વાગ્યે પરત ઘરે આવવા માટે નીકળ્યો હતા. તે સમયે કિકરલા ગામે સન રેસીડન્સી સામેથી પસાર થતા સમયે હિતેશે તેના આગળ ચાલતી ટ્રકને ઓવરટેક કરી આગળ જઈ રહ્યો હતા તે દરમિયાન સામેથી એક બાઇક આવી જતા બંને બાઇક સામસામે અથડાઈ જતાં બંને બાઇક સવારો બાઇક સાથે ફેંકાઈ ગયા હતા.જયારે આ અકસ્માતમાં હિતેશને માથામાં અને પગને ભાગે ગંભીર ઇજા થતાં લોહીલુહાણ થઈ ગયો હતો અને અન્ય બાઈક ચાલકને સામાન્ય ઇજા થતાં બાઈક ઊભી કરી ત્યાંથી બાઈક લઈ ફરાર થઈ ગયો હતો જ્યારે હિતેશને ગંભીર ઇજા હોવાથી તેને સારવાર માટે તાત્કાલિક મરવડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું માર્ગમાં જ મોત નિપજયું હતું જે અંગેની જાણ તેના ભાઈ પ્રફુલભાઈ કરાતા તે દમણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બનાવ અંગે પારડી પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application