વલસાડ હાઇવે પર આવેલી ગુંદલાવ ચોકડી પાસે નંદાવલા ખાતે મુંબઈથી સુરત તરફ જતા એક કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર ડિવાઈડર કુદી મુંબઈ તરફ જતા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કારના ચાલકને ગંભીર ઇજાઓ થતા 108ની મદદથી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ હાઇવે ઉપર મુંબઈથી સુરત તરફ જતા રોડ પર ગુંદલાવ નજીક નંદાવલા ગામ પાસે વહેલી સવારે મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી કાર નંબર એમએચ/04/એચયુ/0201નાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કારે ડિવાઇડર કૂદી મુંબઈ તરફ જતા કન્ટેનર નંબર જીજે/18/બીટી/3526 સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો જયારે કાર ચાલક કારની અંદર ફસાઈ જતા સ્થાનિક લોકોએ કારની વળેલી લોખંડની ફ્રેમને દોરડા વડે બાંધીને સીધી કરી કારમાં ફસાયેલા ઇજાગ્રસ્ત કાર ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો.પરંતુ અકસ્માત થતાં સ્થાનિક યુવક રાકેશ પટેલે 108 અને પોલીસની ટીમને તાત્કાલિક જાણ કરતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે આવી ગઈ હતી. તેમજ ગંભીર રીતે ઘાયલ યુવકને 108ની મદદથી વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં કાર ચાલકને થયેલી ગંભીર ઇજાઓ લઈને સારવાર આપવામાં આવી રહી છે. જયારે આ અકસ્માત થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. આમ, વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેઇનની મદદ વડે રસ્તા પર ટ્રાફિકને નડતર રૂપ કન્ટેનર અને કારને દૂર કરી વાહન વ્યહાર શરૂ કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application