પારડીના ડુમલાવ ગામે ભીનાર ફળીયા ખાતે રહેતા ગણેશભાઈ રમણભાઈ નાયકાપટેલની પત્ની સાધનાબેન ગણેશભાઈ નાયકાપટેલ (ઉ.વ.35) જે વાપી ડુંગરી ફળીયા ખાતે કંપનીમાં નોકરી કરતી હતી અને જે ગત તા.15ના રોજ દશેરા પર્વ નિમિત્તે ડુમલાવ ગામે મહાપ્રસાદનું આયોજન થયું હતું જે દિવસે ગણેશભાઈ અને તેમના બે બાળકો મહાપ્રસાદના કાર્યક્રમાં ગયા હતા ત્યારે સાંજે સાધનાબેન થેલીમાં કપડાં લઈ રોહીણા ગામે દરજીને ત્યાં કપડાં ફિટિંગ કરાવવા જાવ છું કહી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ તે મોડી રાત સુધી પરત ન ફરતા પતિએ મોબાઈલ પર ફોન કરતા સ્વીચ ઓફ આવ્યો હતો જેથી આજુબાજુ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. તેમછતાં સાધનાબેનનો કોઈ પત્તો ન લાગતા ગણેશભાઈએ પારડી પોલીસ મથકે આવી સમગ્ર બાબતની જાણ કરી તેમની પત્ની ગૂમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationરાજ્યનાં દરિયાકાંઠેથી 1800 કરોડનું ડ્રગ્સ ભરેલ એક બોટ પકડાઈ
April 14, 2025ગાંધીનગરમાં સાબરમતી નદીમાં નહાવા ગયેલા બે યુવક ડૂબ્યા
April 14, 2025