વલસાડ સિટી પોલીસની ટીમે સાતમ આઠમનાં તહેવાર નિમિત્તે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન સીટી પોલીસની ટીમને બાતમી મળી કે, વલસાડનાં રામવાડી વિસ્તારમાં રામવાડી ચોકની બાજુમાં આવેલા જન્માષ્ટમીના મંડપમાં કેટલાક ઈસમો તીન પત્તિનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી.
જેથી પોલીસને મળેલી બાતમીનાં આધારે ખાનગી વાહનમાં જતા કુલ 17 લોકો અષ્ટમીનાં મંડપની આડમાં તીન પત્તિનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે રૂપિયા 22,670/- રોડક જુગારમાં રમતા મળી આવેલ હતા અને સ્થળ પરથી 1 કાર, 8 બાઈક સહિત અને 16 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 4.23 લાખનો મુદામાલ જપ્ત કરી 17 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500