Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુગાર રમતી 3 મહિલા સહિત 10 ઇસમો ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • May 21, 2022 

બીલીમોરા રેલ્વે સ્ટેશન પર સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનમાં હાર જીતનો જુગાર રમતી 3 મહિલા સહિત 10 ઇસમોને રેલ્વે એલસીબીની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રેલવે એલસીબીની ટીમે સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનનાં લગેજ કોચમાંથી અંદર-બહારનો જુગાર રમતી 3 મહિલા સહિત 10 ઇસમોને બીલીમોરા રેલવે સ્ટેશથી ઝડપી પાડયા હતા અને 10 શખ્સો પાસેથી રોકડા રૂપિયા 25,170/- અને 5 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 32,170/-નો મુદ્દામાલ કબ્જે કરી વલસાડ જીઆરપી મથકે FIR નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



રેલ્વે એલસીબીની ટીમ વલસાડ જીઆરપી પોલીસ મથક વિસ્તારમાં ટ્રેનમાં રમતો જુગાર સંબંધિત પ્રવૃતિઓ થતી અટકાવવા માટે ટ્રેનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનના એન્જિન પછીના લગેજ કોચમાં કેટલાક ઇસમો ગંજી પત્તા વડે અંદર બહારનો હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી રેલ્વે એલસીબીના જવાનોને મળી હતી. જેના આધારે લગેજ કોચમાં સુરત રેલવે એલસીબીની ટીમે ચેક કરતાં 3 મહિલા સહિત કુલ 10 ઇસમોને હાર જીતનો અંદર બહારનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.



આમ, રેલવે એલસીબીની ટીમે જીઆરપીની મહિલા પોલીસ જવાનોની મદદ મેળવી 3 મહિલા સહિત 10 જુગારીઓની ધરપકડ કરી હતી તેમજ એલસીબીની ટીમે ચેક કરતા 25,170 રૂપિયા રોકડા અને 5 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 32,170/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વલસાડ જીઆરપી મથકે ઝડપાયેલા આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ FIR નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application