Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દરિયા કિનારેથી 1.67 લાખનો દારૂ પકડાયો, 3 વોન્ટેડ

  • November 26, 2021 

ડુંગરી પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં આવેલા દરિયા કિનારા ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે, નાની ભાગલ ખાતે રહેતો નિતીન શાંતિલાલ ટંડેલ તેના સાગરિતો સાથે કોટિયું બોટ વડે દમણથી દારૂનો જથ્થો દરિયા મારફતે લાવી નાની ભાગલ સ્મશાન ભૂમિ પાસે ખાલી કરી રહ્યો હોવાની બાતમી મળી હતી અને આ દારૂનો જથ્થો આજુબાજુના વિસ્તારમાં સગેવગે કરવાના હોવાની બાતમી મળતાં, પોલીસ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા હાથ ધરતા નાની ભાગલ સ્મશાન ભૂમિ પાસે 3 ઈસમો કોટિયું બોટ માંથી દારૂનો જથ્થો ઉતારતા જોવા મળ્યા હતા.






જોકે પોલીસને આવતા જોઈ ઈસમો દારૂનો જથ્થો મૂકી ભાગી ગયા હતા અને 3 ઈસમો પૈકીપોલીસની ટીમે નીતિન શાંતિલાલ ટંડેલને ઓળખી કાઢ્યો હતો જોકે નીતિન અગાઉ પણ દારૂના કેસમાં વોન્ટેડ હોવાથી પોલીસે તેને ઓળખી લીધો હતો. આમ, ડુંગરી પોલીસે 816 બોટલ દારૂનો જથ્થો અને એક કોટિયુ બોટ મળી કુલ 1.67 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નિતીન ટંડેલ સહિત 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application