વાલોડ તાલુકાનાં બેડકુવા ગામનાં ખાખરા ઉમરા ફળીયામાં સુનિતાબેન હોલિયાભાઈ ચૌધરીના શેરડીના ખેતરમાંથી બે થી અઢી વર્ષનો દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે સરપંચએ વાલોડ વનવિભાગના અધિકારીને અને વાલોડના wccb વોલીએન્ટર ઇમરાન વૈદને જાણ કરતા તાત્કાલીક સ્થળ પહોંચી ગયા હતા. જ્યાં દીપડો મૃત હાલતમાં મળી આવેલ અને દીપડાને બાહ્ય ઈજા હોય કોઈએ એને મારી નાંખ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ માલુમ પડ્યું હતું. ત્યારબાદ સ્થળ પર પંચ કેસ કરી તાત્કાલિક વાલોડ પશુ દવાખાને લાવી pm કર્યા બાદ fslમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જોકે, ઘટનાને લઈને પંથકમાં અનેક તર્કવિતર્ક વહેતા થતા છે. પરંતુ pm રિપોર્ટ અને fsl રિપોર્ટ આવ્યા બાદ જ દીપડાનું મોતનું સાચું કારણ જાણી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application