Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જામીન પર છુટ્યા બાદ હાજર ન થનાર આરોપીને પોલીસે વાલોડ વેડછી સર્કલ પાસેથી ઝડપી પાડ્યો

  • November 20, 2021 

વાલોડ પોલીસને મળેલ ખાનગી બાતમીનાં આધારે, સુરત ચૌક બજાર વિસ્તારમાં ચકચારી સુર્યા મરાઠી મર્ડર કેસનો ફરાર આરોપી વાલોડ વેડછી સર્કલ પાસે આવેલ અનમોલ પાર્ક સોસાયટી આગળ આવેલ શોપીંગમાં બેસેલ છે. જે બાતમીનાં આધારે પોલીસની ટીમે સ્થળ પર પહોંચી બાતમીવાળા ઇસમને કોર્ડન કરી તેની અટક કરી તેનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ શૈલેષભાઇ ઉર્ફે શૈલેષ પટેલ જીવરાજ વાટલીયા (રહે.ઘર નં-17 ગજાનંદ સોસાયટી,પુણા,સુરત) નાનો હોવાનું જણાવેલ અને સદરી ઇસમ બાબતે સુરત શહેરના ફરારી લીસ્ટ તેમજ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ટેલીફોનિક વાતચીત કરી ખાતરી કરતાં સદરી આરોપી વચગાળાના જામીન ઉપરથી તા.20/01/2021થી ફરાર હોવાનું જણાઇ આવેલ હતું.

જેથી આરોપીને નામદાર કોર્ટની ગાઇડ લાઇન મુજબ કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરાવતા જે કોવિડ-19નો રીપોર્ટ નેગેટીવ આવતા આરોપીને મધ્યસ્થ જેલ લાજપોર ખાતે મોકલી આપેલ હતો. જોકે આરોપી છેલ્લા 10 માસથી સુરત મધ્યસ્થ જેલ ખાતે હાજર થયો ન હતો અને જે અંગે તેને વાલોડ પોલીસે બાતમીના આધારે પકડી પાડી લાજપોર જેલ ખાતે ખસેડયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application