તાપી જિલ્લાના તાલુકામાં આવેલ અંદાજે 36 હજાર બાળકો જેવો 15 થી 18 વર્ષની ઉંમરમાં આવે છે. તેમના બાળકોને રસીકરણ મુકવાની કામગીરી આજથી ચાલુ કરવામાં આવશે. તાપી જિલ્લામાં અંદાજે 100 જેટલા કેન્દ્રો પર 200 જેટલા સ્ટાફ દ્વારા રસીકરણની કામગીરી હાથ ધરાશે. આ બાળકોએ પ્રથમ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ રસીકરણ કરવામાં આવશે. તાપી જિલ્લામા 15 થી 18 વર્ષના એટલે કે, વર્ષ-2007 પહેલાં જન્મેલ તમામ બાળકોની વય જુથના સર્વે મુજબ અંદાજે 36,380 લાભાર્થીઓનું કોવિડ વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જેના માટે તાપી જિલ્લાની કુલ-152 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોવિડ રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવેલ છે અને 15 થી 18 વર્ષની વય જુથના બાળકોને કોવેક્સિન રસી આપવામાં આવશે. 15 થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશન માટે ઓનલાઈન સેલ્ફ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તદઉપરાંત ઓનસાઈટ રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ માટે લાભાર્થીએ આધાર કાર્ડ, શાળા, સંસ્થાનું ફોટો આઈ.ડી. કાર્ડ સાથે રાખવાનું રહેશે. આ ઉપરાંત જિલ્લાના તમામ નાગરિકોને પોતાના કુટુંબના 15 થી 18 વર્ષના તમામ બાળકોને કોવિડ રસી લેવા વાલીઓને પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા જરૂરી બની રહેશે. તાપી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં 100થી વધુ કેન્દ્ર પર 200થી વધુ સ્ટાફ દ્વારા બાળકોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application