Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને રસીકરણનો પ્રારંભ, બપોર સુધીમાં ૯ હજાર વિદ્યાર્થીઓને રસી અપાઈ

  • January 03, 2022 

ઓમિક્રોનના હાહાકાર વચ્ચે સુરત શહેરમાં કોરોના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે અને રોજના મોટી સંખ્યામાં કેસો બહાર આવવા લાગ્યા છે જેમાં મોટાભાગે સ્કુલના વિદ્યાર્થીઓ પણ સંક્રમીત બની રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત આજથી ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીનું સરકારની ગાઈડલાઈન મુજબ કોવિકસનની રસી આપવાની શરુઆત કરી છે. આજે ૪૨ હજાર જેટલા વિદ્યાર્થીઅને રસી આપવાનો લક્ષ્યાંક છે બપોર સુધીમાં ૯ હજાર વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી છે. રસીની કામગીરીમાં એક હજાર જેટલા કર્મચારીઓ કામે લાગ્યા છે.શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોન કેસમાં ઝડપી ગતિએ વધારો થઈ રહ્યો છે. રોજના નોંધાતા કેસોમાં મોટાભાગે વિદ્યાર્થીઓ સંક્રમીત થયા હોવાનુ બહાર આવ્યું છે. મનપા દ્વારા કોવિડ-૧૯ રસીકરણ અભિયાન શરુ કરવામાં આવી રહ્યું છે જેમાં આજેથી ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાથીઓનું રસીકરણ શરુ કરવમા આવ્યું છે. અંદાજે ૧.૯૦ લાખ વિદ્યાર્થીઓ દૈનિક આસરે ૧૨૦ જેટલી શાળા ઉપરાંત ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો વરાછા ઝોનમાં ઉમિયાધામ મંદિર વરાછા, સરથાણામાં પુણી સીમાડા અર્બન હેલ્થ સેન્ટર, કતારગામમાં સ્કુલ નં-૫૬ લીંબડી ફળિયુ કોસાડ ગામ, એસએમસી સ્કુલ નં-૧૮૮ હરિદર્શનનો ખાડો ડભોલી, રાંદેરમાં પાલનપુર અર્બન હેલ્થ સેન્ટર, ઉધનામાં વિજ્યાનગર અર્બન હેલ્થ સેન્ટર, અઠવામાં અંબાનગર પ્રાથમિક શાળા, સેનટ્રલ ઝોનમાં ક્ષેત્રપાલ અર્બન હેલ્થ સેન્ટર, લિંબાયતમાં ગોડાદરા અર્બન હેલ્થ સેન્ટરમાં  વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી માટે દરેક ઝોનમાં એક નોડલ ઓફિસર ઉપરાંત એક હજાર જેટલા કર્મચારીઓને રોકવામાં આવ્યા છે. તા.૭મી સુધીમાં તમામ કિશોરોને વેક્સિનેટ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application