Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાતાલ ગામમાં ઉપસરપંચ અને કોંગ્રેસનો નેતા જમીનના લેવલીંગના કામ માટે લાંચ લેતા ઝડપાયા

  • April 06, 2024 

સુરત જિલ્લાના માંડવીના પાતાલ ગામનો ઉપસરપંચ ભુપેન્દ્રભાઇ ગામીત અને સાલૈયા બેઠક તાલુકા પંચાયતનો કોંગ્રેસનો સભ્ય અને પંચાયત વિપક્ષ નેતા શંકર ચૌધરી લાંચ લેતા ઝડપાયા હતા. જમીન લેવલીંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરાવવા દોઢ લાખની માંગણી કરી હતી. ફરિયાદી પાસે રકઝકના અંતે 80 હજારની માંગણી કરી હતી. તાપી એસીબીએ અગ્રેશ્વર મહાદેવ મંદિર પાસે 35 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.  સુરત જિલ્લાના માંડવી ખાતે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતા.


ઘટના એ હતી કે, ફરિયાદી ખેતીની જમીનને લેવલીંગ કરવા માટે પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી. જે જમીન લેવલીંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે ગામનો સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય આ બન્નેને તેઓ મળ્યા હતા. કામ માટે તેઓએ પ્રથમ દોઢ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે 80 હજારમાં પતાવટ થઈ હતી. જે પૈકીના 35 હજાર રૂપિયા આપવાના હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.આરોપીઓએ 35 હજાર રૂપિયા માંડવીના અગ્રેસર મહાદેવ મંદિર નજીક લેવડદેવડ કરવા જતાં બંને રંગે હાથ ઝડપાઇ ગયા હતા.  લાંચ લેનાર બે ઈસમો પૈકી એક પાતાલ ગામનો ડેપ્યુટી ભુપેન્દ્ર તેમજ માંડવી તાલુકા પંચાયત સાલૈયા બેઠકના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા શંકર ચૌધરી બન્ને લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતાં. સમગ્ર કાર્યવાહી તાપી જિલ્લા એસીબીના મહિલા પી આઈ આર. આર. ચૌધરી ટીમ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application