Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વહેવલ ગામે ઉછીના લીધેલ રૂપિયા પરત ચૂકવી નહીં શકતા યુવકે ચિંતામાં આત્મહત્યા કરી

  • January 19, 2025 

સુરત જિલ્લાનાં મહુવનાં વહેવલ ગામના ૩૬ વર્ષીયના ખેડૂત આર્થિક ભીંસ અનુભવતો હતો. તેણે ઉછીના લીધેલા માત્ર ૪ હજાર રૂપિયા પરત ચૂકવી નહીં શકતા ચિંતામાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ, મહુવાના વહેવલ ગામે ઝાડી ફળીયામાં રહેતો આદિવાસી ખેડૂત યોગેશકુમાર ધીરૂભાઈ પટેલ (ઉ.વ.૩૬) તેની પત્ની પદ્માબેન અને બે દીકરાઓ સાથે રહેતો હતો. પુત્ર વિહાન ધોરણ પમાં અને જીયાન ત્રીજા ધોરણમાં ભણે છે.


ખૂબ ઓછી ખેતી હોય યોગેશકુમાર જીવન નિર્વાહ કરવા અનાવલ શુકલેશ્વર ધામ પાસે ગોદડા ભરવાનું મજુરી કામ કરતો હતો. આર્થિક સંકડામણના કારણે તેણે કોઈક વ્યક્તિ પાસેથી રૂપિયા ૪,૦૦૦ જેવી નાની રકમ ઉછીની લીધી હતી. તે સમયસર પરત નહીં કરી શકતાં ચિંતામાં શાકભાજીમાં છાંટવાની જંતુનાશક દવા પી લીધી હતી. તેને ગભરામણ થતાં તેએ તેના ભાઈ જયંતીભાઈ ધીરૂભાઈ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરી દવાખાને લઈ જવા કહ્યુ હતું. જેથી જયંતીભાઈ યોગેશને અનાવલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે ૧૦૮ મારફતે ચીખલી સરકારી દવાખાને લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે યોગેશને મૃત જાહેર કર્યો હતો. માત્ર રૂપિયા ૪,૦૦૦ નહીં ચૂકવી શકતાં ૩૬ વર્ષીય યુવાન યોગેશકુમાર પટેલે આપઘાત કરતા પત્ની અને બે નાના સંતાનો હેતબાઈ ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application