Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે બે લબરમૂછિયા યુવકોને ઝડપી લીધા

  • May 26, 2021 

ઉકાઈના વિસ્તારમાં આવેલ વર્કશોપ માંથી ગત તા.13મી મે નારોજ ઘરનું તાળું તોડી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, 1-લેપટોપ તથા રોકડ રકમ મળી કુલ્લે રૂપિયા 1,48,240/- ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોરટાઓ નાશી છુટ્યા હતા. બનાવ અંગે ઉકાઈ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન કુલ રૂપિયા 7.90 લાખનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પોલીસની વધુ તપાસ દરમિયાન ઉકાઈમાં જ રહેતા બે લબરમૂછિયા યુવકોએ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળતા બંને યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

 

 

 

 

 

સોનગઢના ઉકાઈ વિસ્તારમાં આવેલ વર્કશોપ સેકટર-5, રૂમ નંબર-65 માં રહેતા મેહુલભાઈ નંદકિશોરભાઈ મિશ્રા ગઈ તા.30મી એપ્રિલ નારોજ તેઓ પોતાના ઘરને તાળું મારી પોતાના મૂળ ગામ રૂમકી તલાવ,નિઝર ખાતે ગયા હતા તેઓ પરત ઉકાઈ ખાતે તા.13મી મે નારોજ આવી જોયું તો ઘરના દરવાજાને લગાવેલું તાળું તુટેલુ હતું. ઘરના દરવાજાને લગાવેલું તાળુ કોઈક વસ્તુથી તોડી ઘરમાં પ્રવેશેલા અજાણ્યા ચોરટાઓ બેડરૂમમાં આવેલ લાકડા તેમજ લોખંડનો કબાટ ખોલી તેમાંથી સોના-ચાંદીના દાગીના, લેપટોપ તથા રોકડ રકમ મળી કુલ્લે રૂપિયા 1,48,240/- (એક લાખ અડતાલીસ હજાર બસ્સો ચાલીસ) મત્તાની ચોરી કરી અજાણ્યા ચોરટાઓ નાશી છુટ્યા હતા. જે અંગે તેઓએ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ દરમિયાન કુલ રૂપિયા 7,90,000/- ( સાત લાખ નેવું હજાર) નો મુદ્દામાલ ચોરી થયો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

 

 

 

 

 

જેમાં જિલ્લા પોલીસવડાની સુચના તથા માર્ગદર્શન હેઠળ ઉકાઈ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ શ્રીમતી પી.વી.ધનેશા નાઓએ પોલીસકર્મીઓની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરુ કરતા ઉકાઈના પાથરડા ગામના કોટવાળીયા ફળીયામાં રહેતો 19 વર્ષીય નિલેશભાઇ રામદાસભાઈ કોટવાળીયા અને ઉકાઈના વર્કશોપમાં રહેતો સંજયભાઈ દિલીપભાઈ ગામીત, બંને યુવકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની સઘન પુછ પરછમાં બંને યુવકો ભાંગી પડ્યા હતા. અને આ ચોરી તેઓએ કરી હોવાની કબુલાત કરતા ચોરીમાં ગયેલ રકોડ રકમ,સોના-ચાંદીના ઘરેણા સહિત આશરે 7,08,000/-( સાત લાખ આઠ હજાર) નો મુદ્દામાલ કબજે કરી બંને યુવકોની અટકાત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application