Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પામાં દારૂની હેરાફેરી કરતા 2 ઈસમો ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • October 21, 2021 

ઉધનાના પાંડેસરા સર્વોદય નગર પાસેના રોડ પરથી જીજે/05/બીડબલ્યુ/3422 નંબરના ટેમ્પામાં દારૂનો જથ્થો લઇને બે ખેપિયાઓ પસાર થવાના છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી ઉપરોકત નંબરનો ટેમ્પો આવતા તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પામા બેસેલા બંનેની પુછપરછ કરતા યુપી ફતેપુર જીલ્લાના વતની અને હાલ પાંડેસરા આશાપુરી સોસાયટીમાં રહેતા લુસન ઉર્ફે લખન બુધ્ધા નિશાદ અને કિશોર બિરાજ શાહુ હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે ટેમ્પાની તલાસી લેતાં અંદરથી  રૂપિયા 37,200/-ની 363 નંગ દારૂની બોટલ અને પાઉચો મળી આવ્યા હતા. પોલીસે બંનેની અટક કરી ટેમ્પો, દારૂનો જથ્થો અને મોબાઇલ મળી કુલ રૂપિયા 1.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પાડેસરા પોલીસને સોંપી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application