Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બંધ મકાનમાંથી યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળતા પોલીસ તપાસ શરૂ

  • October 07, 2021 

ઉધનાના પાંડેસારામાંથી પ્રેમનગરમાં લાકડાના મકાનમાં રહેતા શિવમંગલ ઉર્ફે ગુડુ રામ મનોહર ગૌત્તમ (ઉ.વ.૩૦) ની ગતરોજ તેના ઘરમાંથી લાશ મળી આવી હતી. શિવમંગલના મોઢાના ભાગેને ઉંદરોએ કરડી ખાંધો હતો. ગતરોજ સોસાયટીની એક મહિલા નવરાત્રી શરુ થતા હોવાતી દુર્ગામાતાની મુર્તિ મુકવા માટે સાફ સફાઈ કરતા હતા ત્યારે પાણી શિવમંગલના ઘર તરફ જતા ત્યારે તેની ધ્યાન જતા સોસાયટીના અન્ય લોકોને જાણ કરતા ઘરમાં જઈને તપાસ કરતા શિવમંગલ મરણ હાલતમાં મળી આવ્યો હતો. સોસાયટીના લોકોએ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી જઈ અને શિવમંગલની લાશને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી. વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, શિવમંગલનો ભાઈ એક મહિનાથી ગામ ચાલ્યો ગયો છે અને તે એકલો જ ઘરમાં રહેતો હતો અને છેલ્લા કેટલાક દિવસથી બિમાર પણ હતો. શિવમંગલનું મોતનું ક્યાં કારણે થયું તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. હાલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application