ઉધના વિસ્તારમાં આવેલ હરિ ઈચ્છા ઈન્ડસ્ટ્રીયલ અને લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝના ખાતાને તસ્કરોએ નિશાન બનાવી કુલ રૂપીયા ૮૦ હજાર ઉપરાંતના મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, અમરોલી લોયાધામ હોમ્સમાં રહેતા જયેશભાઈ બેચરભાઈ પાલડીયા (ઉ.વ.૩૦) ઉધના હરિ ઈચ્છા ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ખાતુ ધરાવે છે. દરમિયાન જયેશભાઈના ખાતામાંથી રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી સોમવારના સવારે આઠ વાગ્યાના સમયગાળામાં કોઈ અજાણ્યો ખાતા પહેલા માળે આવેલ લોખંડની જાળીનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી કોપર બેરીંગ, એર સિલીન્ડર, નામી મોટી સ્પ્રિંગ, ઍલ્યુમીનીયમ હિટર, ઈલેકટ્રીક મોટર, મશીન સહિત કુલ રૂપિયા ૫૦,૩૫૦/-ના મતાની ચોરી કરી નાસી ગયો હતો.
જયારે બીજા બનાવમાં ગોપીપુરા મોમનાવાડ પાલ કોમ્પ્લેક્ષમાં રહેતા ઈમરાન હનીફ મેમણ (ઉ.વ.૩૪) બીઆરસી કમ્પાઉન્ડ ખાતે લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા ખાતામાં નોકરી કરે છે. ઈમરાન શુક્રવારે રાત્રે અજાણ્યાઓએ ખાતાના લોખંડના દરવાજાને મારેલ તાળુ કોઈ સાધનથી તોડી અંદર પ્રેવશ કરી રૂપિયા ૩૫ હજારની કિંમતના કાપડના ૨૨ તાકાના ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે ઉધના પોલીસે બનાવ અંગે અલગ અલગ બે ફરિયાદ લઈ બંને ચોરીમાં એક ગેંગની સંડોવણી હોવાની આશંકા સાથે તે દિશમાં તપાસ શરુ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500