ઉત્તરપ્રદેશનાં બહરાઈચ જિલ્લાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક ચોખાની મિલમાં સવારે ભીષણ આગ લાગી જતાં અફરા તફરી સર્જાઈ હતી. જોકે આગનાં કારણે ભયંકર ધૂમાડો ઊઠતાં ગુંગળામણને લીધે શ્વાસ રૂંધાતા પાંચ શ્રમિકો મૃત્યુ પામી ગયાના અહેવાલ સામે આવ્યા છે. જોકે આગને કારણે દાઝી જતાં અન્ય ત્રણ શ્રમિકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે.
માહિતી અનુસાર તમામ શ્રમિકો આગ ઓલવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા જોકે તેઓ આગની લપેટમાં આવી ગયા હતા. હાલમાં ઘાયલોને લખનઉના ટ્રોમા સેન્ટર ખાતે રિફર કરાયા છે. ડીએમ મોનિકા રાનીએ મેડિકલ કોલેજ પહોંચીને ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી. દરગાહમાં રાજગઢિયા રાઈસ મિલ આવેલી છે. આ મિલમાં સવારે આગની ઘટના બની હતી. પહેલા આગ ઉપરના ભાગમાં લાગી હતી પછી સમયાંતરે તેણે મિલને લપેટમાં લઇ લીધી હતી. જેના કારણે ધૂમાડો વધી જતાં ગુંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેની લપેટમાં મિલમાં કામ કરતા શ્રમિકો આવી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application