Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લૂંટના ઇરાદે યુવક પર છરા વડે હુમલો કરનાર અજાણ્યા ઈસમો સામે ફરિયાદ

  • September 21, 2021 

ઉધના બી.આર.સી શક્તિનગર ઝુપડપટ્ટી પાસેથી રવિવારે મોડી સાંજે નોકરી પરથી ઘરે જતા યુવકને  લૂંટવાના ઈરાદે પાછળથી આવેલા બે અજાણ્યાઓએ છરાથી છાતી, કમર અને હાથના ભાગે ઘા મારી ગંભીર પહોંચાડી ભાગી છુટ્યા હતા.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉધના બી.આર..સી શક્તિનગર સોસાયટીમાં રહેતા રાજેશ શ્રી દિનદયાળ પાંડે (ઉ.વ.૨૭) રવિવારે મોડી સાંજે પોણા આઠેક વાગ્યાના આરસામાં નોકરી પરથી ઘરે આવી રહ્યો હતો. રાજેશ શક્તિનગર ઝૂપડપટ્ટી પાસે આવતા તેની પાછળ આવેલા બે અજાણ્યાઓએ છરાથી છાતી, કમર અને હાથના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી લૂંટની કોશીશ કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે રાજેશની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી બંને જણાને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application