Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દુકાનદારના બેંક ખાતા માંથી રૂપિયા 2 લાખ ઉપાડી લીધાની ફરિયાદ નોંધાઈ

  • September 17, 2021 

ઉધનાના પાંડેસરા વિસ્તારમાં એક કરિયાણાના દુકાનદારનો બેંક ઓફ બરોડાના એટીએમ કાર્ડ ક્લોન કરી ભેજાબાજોએ અલગ-અલગ રકમના 18 ટ્રાન્જ્કેશન થકી રૂપિયા 2 લાખ ઉપાડી લીધાની ફરિયાદ પાંડેસરા પોલીસમાં નોંધાય છે.
 

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડ નજીક લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો અને ઘરના આગળના રૂમમાં કૃષ્ણા કરિયાણા સ્ટોર નામે દુકાન ચલાવતા કમલેશ ચંદ્રપાલ યાદવ (ઉ.વ.46, મૂળ રહે.ભાતા,તા.પેલાની,જિ.બાંદા,યુ.પી) ગત તા.04 ઓગસ્ટે ઉધના સ્થિત શ્રીજી હોસ્પિટલ નજીક બેંક ઓફ બરોડાના એટીએમમાં કેશ ઉપાડવા ગયો હતો પરંતુ ત્યાં ત્રણ વખત એટીએમ કાર્ડ સ્વાઇપ કર્યુ હોવા છતા કેશ નહીં ઉપડતા પરત ઘરે આવી ગયો હતો અને ત્યારબાદ ત્રણ દિવસ બાદ કમલેશના મોબાઇલ પર ટેક્સ મેસેજ આવ્યો હતો જેમાં તેના ખાતામાંથી રૂપિયા 15 હજાર ડેબીટ થયાનો મેસેજ હતો. જેથી કમલેશ ચોંકી ગયો હતો અને તેને મોબાઇલમાં અન્ય મેસેજ ચેક કર્યા હતા. જેમાં ગત તા.04 ઓગસ્ટે રૂપિયા 10 હજારના પાંચ ટ્રાન્જ્કેશન તેમજ ગત તા.05 ઓગસ્ટે પણ રૂપિયા 10 હજારના પાંચ ટ્રાન્જ્કેશન અને ગત તા.06 ઓગસ્ટે રૂપિયા 15 હજારના ત્રણ અને રૂપિયા 5 હજારનું એક ટ્રાન્જેકશન તથા ગત તા.07 ઓગસ્ટે રૂપિયા 15 હજારના ત્રણ અને રૂપિયા 5 હજારનું એક ટ્રાન્જેકશન મળી કુલ રૂપિયા 2 લાખ ઉપાડી લીધા હતા. જેથી તુરંત જ કમલેશે પાંડેસરા જીઆઇડીસીની બેંક ઓફ બરોડા શાખામાં જઇ એટીએમ કાર્ડ બ્લોક કરાવ્યું હતું અને પોલીસમાં જાણ કરી હતી જેથી પાંડેસરા પોલીસે ગતરોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application