ઉચ્છલ તાલુકાના ખાબદા ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો શુક્રવારે સાંજે પ્રોહી. ગુન્હા અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, ખાબદા ગામનાં આશ્રમ ફળિયું રહેતા લાજરેસભાઈ જમશુભાઈ વળવીએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પાછળ આવેલ પજારીનાં ભાગે એક પ્લાસ્ટિકના કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દાનુભાઈની ફરિયાદના આધારે લાજરેસ વળવી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application