તાપીના ઉચ્છલ તાલુકાના ભીંતબુદ્રક એપ્રોચ રોડને બંધ કરી નાગરિકોના અવર-જવર તેમજ વાહન વ્યવહાર માટે રોડને ડાયવર્ટ કરી એક વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ રોડ બંધ હોવાથી લોકોને મુશ્કેલી ન પડે તથા જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે લોકહિતમાં ઉચ્છલ આવવા-જવા માટે ટ્રાફીક ડાયવર્ઝનના વિકલ્પ તરીકે ભીંતબુદ્રક એપ્રોચ રોડ જોઇનિંગ એસ.એચ. ઉચ્છલ-નિઝર રોડ અને ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈ-વે રોડનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું તા.૨૧/૦૯/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application