ઉચ્છલના ઝરણપાડા ગામ પાસે એરીગેશનની પાઈપલાઈન નાખવા માટે ખોદવામાં આવેલ ખાડામાં એક એકટીવા ગાડી પડી જતા ચાલકનું મોત નીપજ્યું હોવાનું બનાવ પોલીસ મથકે નોધાયો છે.
મળતી માહિતી અનુસાર દેવલ્યાભાઈ બાલુભાઇ માવચી (ઉ.વ.27) રહે,ઝામણઝર ગામ,આંબા ફળિયું તા.નવાપુર જી.નંદુરબાર-મહારાષ્ટ્ર નાનો તા.12મી માર્ચ નારોજ રાતે આશરે 10:00 કલાકના અરસામાં પોતાની એકટીવા ગાડી નંબર જીજે/26/એસ/0981 લઈને ઝરણપાડા ગામમાંથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન ઝરણપાડા ગામની સીમમાંથી પસાર થતા રોડ ઉપર મુકવામાં આવેલ આડશને એકટીવા ગાડી અથડાવી દેતા એરીગેશનની પાઈપલાઈન નાખવા માટે ખોદવામાં આવેલ ઊંડા ખાડામાં એકટીવા ગાડી પડી ગઈ હતી જેના કારણે દેવલ્યાભાઈ માવચીને માથાના-કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઈમરજન્સી સેવા 108ની મદદથી સારવાર અર્થે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
જોકે નાક માંથી લોહી નીકળવાથી ટુકી સારવાર દરમિયાન દેવલ્યાભાઈનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોએ બાલુભાઈ નુરજીભાઈ માવચીની ફરિયાદના આધારે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ ઉચ્છલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એસ.લોહ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500