ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામ નજીકથી પસાર તથો નેશનલ હાઈવે પરથી વાહન ચેકિંગ દરમિયાન પીકઅપ ટેમ્પો માંથી ઈંગ્લીશ દારૂની 696 બોટલો સાથે 2 જણાને ઝડપી પાડી રૂપિયા 2.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 2 જણાને વોન્ડેટ જાહેર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન કટાસવાણ ગામ નજીક નેશનલ હાઈવે નં.53 ઉપર આવેલ પોલીસ નાકા પોઈન્ટ પરથી એક મહિન્દ્રા કંપનીની બોલેરા પીકઅપ નં.જીજે/19/એક્ષ/8155 ને ઝડપી પાડી તપાસ કરતા ટેમ્પોમાંથી અલગ-અલગ બ્રાંડની વિદેશી દારૂની 696 બોટલો જેની કીંમત રૂપિયા 46,320/-નો દારૂ મળી આવ્યો હતો.
આ બનાવમાં (1) રવીન્દ્રભાઈ પાંડુરંગભાઈ બોરસે તથા (2) તુષારભાઈ ગોપાલભાઈ મહાજન(બંને રહે.રાજ-મંદિર રેસીડેન્સી,તાતીથૈયા,પલસાણા)ના ઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા વિલાસભાઈ મંગલભાઈ પાટિલ(રહે.રાજ-મંદિર રેસીડેન્સી,તાતીથૈયા,પલસાણા)એ માલ ભરવા મોકલ્યા હતા જ્યારે શાંતારામ પાટિલ(રહે.શીરપુર)ના એ દારૂ ભરી આપ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું બંને જણાને વોન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે.
બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જીતુભાઈની ફરિયાદના આધારે દારૂ,મોબાઈલ ફોન તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા 2,47,82૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્દ ઉચ્છલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500