Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેડકીનાકા પાસેથી પશુઓ ભરેલ ટ્રક સાથે 2 શખ્સ ઝડપાયા, 1 વોન્ડેટ

  • August 15, 2021 

ઉચ્છલ તાલુકાના બેડકીનાકા પાસેથી પોલીસે પશુઓ ભરેલી ટ્રક સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા હતા જયારે 1ને વોન્ડેટ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાના બેડકીનાકા પાસે પોલીસને મળેલી બાતમી મુજબ વોચ ગોઠવી હતી. તે દરમિયાન સોનગઢ તરફથી પશુ ભરીને આવતી ટ્રક નંબર જીજે/02/ઝેડઝેડ/3439ને બેડકીનાકા પાસે પોલીસે અટકાવી તપાસ કરી હતી જેમાં 15 ભેંસ ભરેલી હતી અને કોઈ પણ પરવાનગી વગર કે સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વિના તેમજ પ્રાથમિક સુવિધા વિના મૂંગા પશુઓનું વહન થતું હતું. ટ્રક થતા પશુઓ મળી કુલ રૂપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આરોપી અયુબ સિંધી અને મુકબલ કુરેશીને ઝડપી પાડ્યા હતા. જયારે એક શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application