બે દેશો વચ્ચે સંપત્તિ અસમાનતા પર ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અમેરિકા સ્થિત અર્થશાસ્ત્રી ડેરોન એસેમોગ્લુ, સાયમન જોન્સન અને જેમ્સ રોબિન્સનને સોમવારે ઈકોનોમિક સાયન્સમાં નોબેલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ શિક્ષણવિદોએ સમાજમાં કેવી રીતે નબળી કાયદો અને વ્યવસ્થા વસ્તીના વિકાસને રૂંધી રહી છે અને જીવનશૈલીમાં સુધારો કરી રહી ન હોવાનું જણાવતાં તેના પર મદદરૂપ માહિતી રજૂ કરી હોવાનુ નોબેલ કમિટીએ જણા્વ્યું હતું. તેઓએ દેશની સમૃદ્ધિ માટે સામાજિક સંસ્થાઓના મહત્ત્વને રેખાંકિત કર્યું છે. એસેમોગ્લુ અને જોન્સન એ મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પ્રોફેસર છે, જ્યારે રોબિન્સન શિકાગોની પિઅર્સન ઈન્સ્ટીટ્યૂટ ફોર ધ સ્ટડી એન્ડ રિઝોલ્યુશન ઓફ ગ્લોબલ કોન્ફ્લિક્ટ્સના ડિરેક્ટર છે. જેમાં તે પેટા સહારન આફ્રિકન અને લેટિન અમેરિકાના અર્થતંત્રમાં સ્પેશિયાલિઝમ ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application