કામરેજના ખોલવડ આંબોલી વચ્ચેના પુલ પરથી શનિવારે બે યુવાને પડતું મૂકતાં એક યુવાનને સ્થાનીક તરવૈયાએ બચાવી લીધો હતો. જ્યારે બીજો યુવાન તાપી નદીના પાણી ગરકાવ થઈ ગયો હતો.
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાંથી પસાર થતી તાપી નદી પરનો પુલ સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો હોય તેમ એક પછી લોકો પુલ પરથી મોતની છલાંગ લગાવી રહ્યા છે, જેમાં શનિવારે તાપી નદીના વચ્ચેના પુલ પરથી ખોલવડ ગામની હદમાં સાંજે આશરે 4 કલાકે બે યુવાને નદીમાં પડતું મૂક્યું હતું. એક યુવાન પુલ પરની રેલિંગ સાથે અથડાયા બાદ નદીના પાણીમાં પડ્યો હતો. બંને યુવાન તાપી નદીમાં પડતાની સાથે માછીમારી કરતા નાવિકે નદીમાં કૂદકો મારી એક યુવાનને પાણીમાંથી બહાર કાઢી જીવ બચાવી લીધો હતો. જ્યારે બીજો યુવાન નદીના ઊંડા પાણી ગરકાવ થઈ ગયો હતો. બચી ગયેલા યુવાનને નદી કિનારે લાવી પૂછપરછ કરતાં પોતે ધવલ સુરેશભાઈ કવા (ઉં.વ.23) પોતે ઘરે ચિઠ્ઠી લખીને આવ્યો હોવાનું જણાવ્યું હતું. બાદ ધવલને શરીરે ઈજા થઈ હોવાથી સારવાર માટે કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application