Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ના ઓવર બ્રીજ ઉપરથી દારૂની બાટલીઓ સાથે બે યુવકો ઝડપાયા, બે વોન્ટેડ

  • October 05, 2020 

તાપી જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો ને મળેલ બાતમીના આધારે આજરોજ સવાર ના સમયે આશરે 7:45 કલાકે સોનગઢ નગર માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 ના ઓવર બ્રીજ ઉપરથી એક મોટર સાયકલ નંબર એમએચ/39/એઈ/8848 ને ઝડપી પાડી હતી.

 

તપાસ દરમિયાન બાઈક ઉપર સવાર રામદાસ કમાનજી ગાવિત અને ગુલાબ રામા ગાવિત બંને રહે, ગડત તા.નવાપુર જી.નંદુરબાર-મહારાષ્ટ્ર નાઓ પાસેથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશીદારૂ/દેશીદારૂ સુગંધી સંતરાની કુલ બાટલી નંગ 48 જેની કિંમત રૂપિયા 24,૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. બંને આરોપીઓની પૂછ પરછમાં દારૂનો મુદ્દામાલ કાકા વાઈન શોપ નવાપુર થી ભરી લાવી વીરપુર ફાટક પાસે આવેલ ગામમાં રહેતો વિજય નામના ઇસમે દારૂ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ ની ફરિયાદના આધારે મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application