નવસારી હાઈવે રોડના ખડસુપા બોડીંગ ઓવરબ્રિજ અને ધારાગીરી બ્રિજ પાસે સર્જાયેલા જુદા જુદા અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત બેના મોત નિપજ્યા હતાં.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, હાઈવે રોડના ખડસુપા ઓવરબ્રિજ પાસે તારીખ ૧૯મી જાન્યુઆરી નારોજ બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં હાઈવા ટ્રકનો ડ્રાઈવર સત્યેન્દ્ર હરીહર શાહુ (ઉ.વ.૬૪, રહે.ભગવતી નગર, વડોદગામ, પાંડેસરા)નું ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં હાઈવે રોડના ધારાગીરી ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહને હરીભાઈ રવજીભાઈ પટેલ (ઉ.વ.૬૫)ને અડફટે લેતા તેનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application