જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. જેમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓ ઠાર મરાયા હતા. જયારે માર્યા ગયેલા બંને આતંકીઓમાંથી એક આતંકી પોલીસ કોન્સ્ટેબલ રેયાઝ અહેમદની હત્યામાં સામેલ હતો. આ હત્યા આ જ મહિનામાં આતંકીઓએ કરી હતી. જેનો સૈન્યએ બદલો લીધો હતો. પુલવામાના ગુંદીપોરા ગામમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી કુલગામ પોલીસને મળી હતી, જે બાદ સૈન્ય દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.
આતંકીઓને સૈન્યની જાણકારી થતા ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકીઓ એક સ્થાનિક રહેવાસી નાઝીર અહેમદ મીરના ઘરે છુપાયા હતા. બાદમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. રાત્રે જ આ ઘર્ષણ થયું હતું પણ કોઇને નુકસાન ન પહોંચે તેને કારણે રાત્રી સમયે ઓપરેશનને અટકાવી દેવાયું હતું. જ્યારે વહેલી સવારે ફરી શરૂ કરાયું હતું.
જે બે આતંકી માર્યા ગયા તે પૈકી એક અબિદ શાહ 13મી મેએ પુલવામામાં જ પોલીસ કોન્સ્ટેબલ રેયાઝ અહેમદની હત્યામાં સામેલ હતો. જ્યારે બીજી તરફ મણીપુરમાં બંગાળના રહેવાસી એક શ્રમિકનું આઇઇડી વિસ્ફોટમાં મોત નીપજ્યું હતું. આ વિસ્ફોટ મણીપુરના એક કોમ્યૂનિટે હોલમાં ફીટ કરવામાં આવ્યો હતો. આ શ્રમિકો ઉંઘી રહ્યા હતા ત્યારે જ આ વિસ્ફોટને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે ચાર ઘવાયા છે. ઘાયલ અને મૃતક શ્રમિકો પશ્ચિમ બંગાળના રહેવાસી છે. આ હુમલાની જવાબદારી કોઇ સંગઠને નથી લીધી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500