જિલ્લા એલસીબી પોલીસે ટોકરવા-જામણકુવા ગામના માર્ગ પરથી એક બાઈક પર દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડી દારૂ અને બાઈક મળી કુલ રૂપિયા 35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢના ટોકરવા-જામણકુવા ગામ તરફ જવાના રસ્તા પર વોચ ગોઠવી એક હોન્ડા યુંનીકોન મોટર સાયકલ નંબર જીજે/26/એફ/2555ને ઝડપી પાડી બાઈક ચાલકનું નામ પૂછતા રવિતભાઈ જામલીયાભાઈ ગાવિત જયારે બાઈક ચાલક પાછળ બેસેલા બીજા ઇસમે પોતાનું નામ વિપુલભાઈ સખારામભાઈ ગાવિત બંને રહે, રહે, ભવરે ગામ તા.નવાપુર જિ.નંદુરબાર-મહારાષ્ટ્ર નાનો હોવાનું જણાવ્યું હતું.
એલસીબીએ તપાસ કરતા તેઓની પાસેથી એક કાપડની થેલીમાંથી અને શરીરે લગાવેલ જેકેટમાંથી દેશીદારૂ સુગંધી સંતરાની કુલ બાટલીઓ નંગ 100 જેની કિંમત રૂપિયા 5 હજારનો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસની વધુ તપાસમાં દારૂનો મુદ્દામાલ વ્યારાના કપૂરા ગામે રહેતી જયાબેન મંગુભાઈ ચૌધરી નામની મહિલાએ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આ બનાવમાં પોલીસકર્મીની ફરિયાદના આધારે દારૂ અને બાઈક મળી કુલ રૂપિયા 35 હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500