સોનગઢનાં ભટવાડા ગામેથી પસાર થતી તાપી નદીમાં ધોરણ-12ની પરીક્ષા આપનાર ચાર મિત્રો નાહવા માટે ગયા હતા તે દરમિયાન નદીનાં ઊંડા પાણી નજીકનાં જુનાઈ ગામનાં વિલાસ વસાવા અને કીર્તન વસાવા ડૂબી જતાં બંનેનાં મોત નીપજતા જુનાઈ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભટવાડા ગામેથી પસાર થતી તાપી નદીમાં તારીખ ગત તારીખ 08/05/2024નાં રોજ બપોરનાં સમયે વિલાસ અજીતભાઈ વસાવા, કીર્તન મોહનભાઈ વસાવા (બંને રહે.જુનાઈ ગામ, તા.સોનગઢ) તથા સાહિલ બાલુભાઈ વસાવા અને હિતેશ નવીનભાઈ વસાવા (બંને રહે.ભટવાડા ગામ, તા.સોનગઢ) રાબેતા મુજબ નાહવા માટે ગયા હતા. તે દરમિયાન બપોરે 12:00 વાગ્યાનાં અરસામાં વિલાસ વસાવા અને કીર્તન વસાવા નદીનાં ઊંડા પાણીમાં અચાનક ડૂબી ગયા હતા અને તેમની સાથેનાં બે મિત્રોએ બંને ડૂબતા મિત્રોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ બચાવી શક્યા ન હતા. ઘટનાની જાણ બચી ગયેલા સાહિલ વસાવા અને હિતેશ વસાવાએ ગામ લોકોને કરતા ભટવાડા અને જુનાઈ ગામના લોકો દોડી આવ્યા હતા. જોકે સાંજે ચાર વાગ્યાનાં અરસામાં વિલાસ વસાવા અને કીર્તન વસાવાનાં મૃતદેહ શોધી કાઢ્યા હતા. જયારે એક જ ગામના ધોરણ-12ની પરીક્ષા આપનાર બે મિત્રોનાં મોતના સમાચારથી ગામમાં ગમગીન છવાઈ ગઈ હતી. જોકે ડૂબી જનાર અને બચી ગયેલા ચારેય મિત્રોએ ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપી હતી. તેમાં મોતને ભેટલા વિલાસ વસાવાનાં 83 ટકા આવ્યા હતા અને કીર્તન વસાવા પણ પાસ થયો હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500