ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તા.૩૦મી જાન્યુઆરી,૨૦૨૫ને ગુરૂવારના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથે તાપી જિલ્લામાં જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
વ્યારા જિલ્લા સેવાસદનના સભા ખંડમાં જિલ્લા કલેક્ટરશ્રી વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડની ઉપસ્થિતિમાં વહિવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓએ શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. તદઉપરાંત સમગ્ર જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, મામલતદાર કચેરીઓમાં તેમજ શૈક્ષણિક અને વાણિજ્ય સંસ્થાઓ ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application