વાપી જીઆઈડીસી અંબામાતાનાં મંદિરના ગેટ પાસે એક વૃદ્ધાને પોલીસની ઓળખ આપી બે ગઠિયા ત્રણ તોલાની સોનાની ચેઈન ઉતરાવી લઈ ગયા હતા. મળતી વિગતો મુજબ, વાપીમાં ભાનુ હિલ્સ ગુંજન કોપરલી રોડ આર. કે.દેસાઈ કોલેજની બાજુમા રહેતા સાકરીબેન નાનજીભાઈ ફુલીયા ગુંજન કોપરલી રોડ અંબામાતાના મંદીરે દર્શન કરવા જઈ રહ્યા હતા.
તે સમયે મંદીરની ગેટની બાજુમાં જાહેર રોડ ઉપર બે અજાણ્યા ઈસમો આવી પહોંચ્યા હતો. જેઓએ સાકરીબેનને તમે ઉભા રહો, અમે પોલીવાળા છીએ. તમે ગાળામાં પહેરલ સોનાની ચેઈન ઉતારી નાંખો, આગળ ચેકીંગ ચાલુ છે તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં તેઓએ વૃદ્ધા પાસે સોનાની ચેઇન કઢાવી થેલીમા મુકી આપુ છું કહીને પોણા ત્રણ તોલાની સોનાની ચેઈન જેની કિંમત રૂપિયા ૧,૬૦,૦૫૫/- લઈને નાસી છૂટયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500