Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર મામલતદાર કચેરીમાં લાંચ લેતાં પકડાયેલ વચેટિયાના બે દિવસના રિમાન્ડ મંજુર

  • November 08, 2023 

ગાંધીનગર મામલતદાર કચેરીમાં છેલ્લા છ વર્ષથી ખાનગી માણસો રેકોર્ડ રૂમમાં નોંધો કાઢી આપવા માટે રૂપિયા લેતા હોવાની માહિતીને પગલે ગાંધીનગર એ.સી.બી.એ ડિકોય ગોઠવી હતી અને ખાનગી માણસ કચેરીમાં નોંધ કાઢી આપવા માટે એક હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લઇ કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતા.



બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીમાં ખાનગી માણસો રાખીને કચેરીમાં ખાનગી માણસા રાખીને વહિવટ કરવાની નવી પ્રથા શરૂ થઇ છે ત્યારે ગાંધીનગર મામલતદાર કચેરીમાં બે ખાનગી માણસો રાખીને રેકર્ડ રૂમમાં નોંધી કાઢી આપવા માટે 500થી 1000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે જે માહિતીને પગલે એસીબી દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાર બાદ એક જાગૃત નાગરિકની મદદથી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આ કચેરીમાં રહેલો સંજય ગાભાજી ઠાકોર રકર્ડ રૂમમાંથી નોંધ કાઢી આપવા એક હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો. ત્યારે તેને ગાંધીનગર કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવતા બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતા અને તેની પુછપરછ શરૂ કરવામાં આવી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application