તાપી જિલ્લામાં રવિવારે કોરોના પોઝીટીવ દર્દીનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. જેને લઇ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.૧૪મી નવેમ્બરના રોજ જિલ્લાના સાતેય તાલુકામાં સાંજ સુધીમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૮૯૭ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૬૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૭ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૧૩૦ દર્દીઓના મોતને ભેટી ચુક્યા છે. હાલ જિલ્લામાં બે કેસ એક્ટિવ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application