વલસાડ એલ.સી.બી.ની ટીમે પારડી તાલુકામાં એક ટ્રકમાંથી ૨.૫૭ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ સાથે જ ટ્રકના ચાલક અને ક્લીનરની ધરપકડ કરાઈ હતી. જ્યારે ઊંઝાના ઈસમ સહિત બેને વોન્ટેડ જાહેર કરાયા હતા. મળતી માહિતી મુજબ, વલસાડ એલ.સી.બી.નાં પોલીસ સ્ટાફના માણસો પારડી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ. તે દરમિયાન વલ્લભ આશ્રમ સ્કૂલની સામે વાપીથી વલસાડ જતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૮ના સર્વિસ રોડ પર એક ટ્રક શંકાસ્પદ લાગી હતી.
તેથી પોલીસે આ વાહનને અટકાવીને તપાસ કરતાં, એક સફેદ અને લીલા કલરના કેબિન તથા મરૂન કલરના અશોક લેલન કંપનીની ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧,૩૨૦ બાટલી મળી આવી હતી. જેની કિંમત રૂ.૨,૫૭,૭૬૦ થાય છે. આ ઉપરાંત પોલીસે વાહન અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૯,૭૨,૭૬૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ, પોલીસે આ કેસમાં ટ્રકનો ચાલક અમીનખાન ઈબ્રાહીમ ખાન અને ક્લીનર યુસુફખાન અશરફ્યાન (બંને રહે.ખારચી, તા.રામસર, જિ.બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર એક અજાણ્યો ઈસમ અને દારૂનો જથ્થો મંગાવનાર સુનિલભાઈ (રહે.ઉંઝા, જિ.મહેસાણા) ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પારડી પોલીસ સ્ટેશનમા ગુનો નોંધવામાં આવ્યો હતો.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500