Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં માંડલ ટોલનાકા પાસેથી ટ્રકમાં ૧૨ ભેંસો ભરી જતાં બે પકડાયા, બે વોન્ટેડ

  • February 24, 2025 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના માંડલ ટોલનાકા પાસેથી વ્યારાથી સોનગઢ આવતાં ટ્રેક ઉપર એક ટ્રકમાંથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વગર પાસ પરમિટે લઈ જવાતા ૧૨ નંગ ભેંસો સાથે ટ્રક ચાલક સહીત બે જણાને ઝડપી પાડી કૂલ રૂપિયા ૯.૪૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જયારે પોલીસે બે જણાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યા હતા.


મળતી માહિતી મુજબ, સોનગઢના માંડલ ટોલનાકા પાસે નેશનલ હાઈવે ઉપર વ્યારાથી સોનગઢ આવતાં ટ્રેક ઉપર એક ટાટા ટ્રક નંબર જીજે/૨૭/ટીટી/૦૦૨૨ (જેની કિંમત રૂપિયા 7 લાખ)નો ચાલક જાવીદ અલીભાઈ મુન્સી અને રીઝવાન યાકુબ મુન્સી (બંને રહે.ઘાસમંડાઈ રોડ, નાના નાગોરીવાડ, ભરૂચ) નાઓએ પોતાના કબ્જાના ટ્રકમાં બાખડી ભેંસો નંગ ૧૨ કાળા કલરની તેમજ એક અડધી સફેદ કલરની જે આશરે ૧૦થી ૧૨ વર્ષની જે એક ભેંસની આશરે કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- મળી કૂલ ભેંસોની કિંમત રૂપિયા ૨,૪૦,૦૦૦/- હતી. તેમજ જેઓને બિન જરૂરી દુ:ખ દર્દ ભોગવવું પડે તેવી રીતે ગેરવ્યાજબી સમય સુધી ટુંકા દોરડા વડે ઠાંસીઠાંસીને ક્રૂર રીતે બાંધી હતી તેમજ ભેંસો માટે ઘાસચારા કે પછી પાણીની વ્યવસ્થા કે તળીયે માટી નહી રાખી તેમજ ભેંસોને હલનચલન માટે કોઈ મોકળાશ પણ ના હતી.


આમ, ગેરકાદેસર રીતે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વહન કરી લઈ જતા અને પશુ પરીવહનના દરેક નિયમોનો ભંગ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ચાલકની અંગઝડતી કરતા તેની પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. તેમજ વધુ પૂછપરચ કરતા ભેંસો ભરી આપી ભેંસોના માલીક શેઠ લાલુભાઈ યુશુફભાઈ મુન્સી (રહે.મોટા નાનાગોરીવાડ, ભરૂચ)નાએ આ ભેંસો ધુલીયા માર્કેટમાં વેચાણ કરવા સારૂ પોતાના તબેલા માંથી ભરાવ્યા હતા. તેમજ ઈશાકમોહમદ મોહમદહનીફ મેલીયા (રહે.મુલ્તાનીવાડ, ભરૂચ)નાએ પોતાના કબ્જાની ટ્રક અબોલ પશુ ભરવા માટે ભાડેથી આપી હતી. જેથી આ ગુન્હા માટે ભેંસોનો માલિક અને ટ્રકના માલિકને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે ટ્રક અને ૧૨ ભેંસો તથા એક નંગ મોબાઈલ મળી કૂલ રૂપિયા ૯,૪૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ચાલક સહીત બે જણા સામે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ કામે બે ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.(file photo)




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application